રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 દિવસની ગુજરાત મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 દિવસની ગુજરાત મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 દિવસની ગુજરાત મુલાકાતે

Blog Article

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવાર, 26 ફેબ્રુઆરીએ તેમની ચાર દિવસની ગુજરાત મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પહોંચ્યા હતાં. મુર્મુ સાંજે વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતું, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ એકતા નગર (કેવડિયા) ગયા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત 182-મીટર-ઊંચા સ્મારક સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. દિવસ દરમિયાન તેઓ અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના 44મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ બનશે.

28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે દિવસે તેઓ કચ્છ જિલ્લાના ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારકની પણ મુલાકાત લેશે. એક માર્ચે મુર્મુ કચ્છમાં હડપ્પન યુગના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે, જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે.

 

Report this page